Content on this page requires a newer version of Adobe Flash Player.

Get Adobe Flash player

Camp Hanuman
  • ભગવાન હનુમાનજી વિષે
  • કેમ્પ હનુમાનજી વિષે
  • ફોટો સંગ્રહ
    • Lord's Gallery   
    • Visitor's Gallery   
    • Events Gallery   
    • History Gallery   
  • સંપર્ક
  • રોજની પ્રવૃત્તિઓ
  • કાર્યક્રમ અને તહેવારો
  • પ્રેસ નોંધ
  • પ્રતિસાદ/અભિપ્રાય
  • ટ્રસ્ટી ગણ
  • પૂજારી પરિવાર
  • હનુમાન ચાલીસા
  • વીડિઓ


શ્રી હનુમાનજી મંદિરની રોજની પ્રવૃત્તિઓ


દર્શનાર્થીઓ માટે મંદિરનો દર્શન સમય :

શ્રી કેમ્પ હનુમાનજી મંદિર સવારે 5.30 થી રાત્રીના 11.00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહે છે.

મંદિરમાં આરતીનો સમય :

પ્રભુ શ્રી કેમ્પ હનુમાનજીની આરતી એક લ્હાવો છે અને શ્રી કેમ્પ હનુમાનજી મંદિરમાં રવિવારથી શુક્રવારના દિવસોએ સવારે 6.30 વાગે અને સાંજે 6.30 વાગે, શનિવારના દિવસે સવારે 5.30 વાગે અને સાંજે 5.30 વાગે કરવામાં આવે છે. (ઉપરોક્ત આરતીના સમયમાં ગ્રહણના દિવસોમાં ફેરફાર થઈ શકે છે.)

આરતીની પ્રક્રિયા :

સૌ પ્રથમ પુજારીજી દ્વારા શ્રી હનુમાનજીને અને સૌ ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારપછી શ્રી હનુમાનજીને અને સૌ ભગવાનને ચંદન અને કેસર ચઢાવવામાં આવે છે તેમજ અત્તરનો છંટકાવ કરવામાં આવે છે. ત્યારપછી આરતીની તૈયારી કરવામાં આવે છે. જેમ કે દિવા અને અગરબત્તી પ્રગટાવવામાં આવે છે. ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવે છે અને આરતી દરમ્યાન વપરાતા તમામ વાદ્યયંત્રો અને શંખનો ઉપયોગ કરવામાં આવે છે અને શ્રી હનુમાનજીની આરતી વાદ્યયંત્રો સાથે ભક્તિભાવથી ગાવામાં આવે છે. આ દરમ્યાન શ્રી હનુમાનજીને મનપસંદ શ્રી રામ સ્મૃતિનું ગાન કરવામાં આવે છે. મંદિરમાં ઉપસ્થિત ભક્તો ભાવથી જોડાય છે. શનિવારના દિવસે હનુમાનજીનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે.

સવારની આરતી પછી ભગવાનને ડ્રાયફ્રુટ અને સંપૂર્ણ ખાન-પાન ધરવામાં આવે
છે અને સાંજની આરતીમાં ડ્રાયફ્રુટ અને દૂધનો ભોગ ભગવાનને અર્પણ કરવામાં
આવે છે.

સાલ 1953થી દર શનિવારે સાંજે આરતી સાથે પોલીસ બેન્ડ દર્શનાર્થીઓ માટે આરતી બેન્ડ વગાડે છે જે દરમ્યાન વાતાવરણ પુલકિત અને ધાર્મિક બની જાય છે. દિવસ દરમ્યાન ભકતો દ્વારા ભાવથી લાવવામાં આવતો પ્રસાદ, ફળ/શ્રીફળ અને ઈચ્છાનુસાર તેલ-સિંદુર, અડદના દાણા અને લવિંગ ચઢાવવામાં આવે છે. ભક્તોને મંદિર તરફથી ચઢાવવામાં આવતી ભેટના બદલામાં નારિયેળ (શ્રીફળ), સીંગ-સાકરીયા, મગજ અને બુંદીના લાડુ પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

શ્રીફળ અને શ્રીફળનું પાણી ચરણામૃત ભકતોને નિ:શુલ્ક આપવામાં આવે છે. તદઉપરાંત કાળાદોરા (કુનજરથી બચવા માટે) અને ભગવાનને ચઢાવવામાં આવેલ તેલ-સિંદુરથી બનેલ તિલક, ભગવાનને ચઢાવવામાં આવેલ અત્તર અને ફૂલ નમન સ્વરુપમાં દર્શનાર્થીઓને આપવામાં આવે છે.

અન્ય પ્રવૃત્તિઓ

આ ઉપરાંત શ્રી કેમ્પ હનુમાનજી મંદિરમાં દર મંગળવારે સાંજે મંદિર પરિસરમાં જ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે તથા સમયાંતરે અને પ્રસંગોપાત અખંડ રામાયણના પાઠનું પણ આયોજન મંદિરમાં કરવામાં આવે છે.

ભગવાનને ચઢાવવામાં આવતુ કલેવર

શ્રી કેમ્પ હનુમાનજી મંદિરમાં દર મહિને પૂર્ણિમાના એક દિવસ પહેલા શુક્લ પક્ષની ચૌદશના દિવસે ભગવાન શ્રી હનુમાનજીને કલેવર (વરખ) ચઢાવવામાં આવે છે.

      

આ પ્રક્રિયામાં સૌથી પહેલા ભગવાનને તેલ અને સિંદૂરનું મિશ્રણ કરી લેપ કરવામાં આવે છે. ત્યાર બાદ ચાંદીના વરખ લગાવવામાં આવે છે તથા તે બાદ દૈનિક ક્રિયા મુજબ શ્રૃંગાર અને આરતી કરવામાં આવે છે.

Locate Us
  
 હિન્દી       અંગ્રેજી
  • ભગવાન હનુમાનજી વિષે
  • કેમ્પ હનુમાનજી વિષે
  • ફોટો સંગ્રહ
  • સંપર્ક
  • વર્ચુઅલ ટુર
  • રોજની પ્રવૃત્તિઓ
  • કાર્યક્રમ અને તહેવારો
  • પ્રેસ નોંધ
  • પ્રતિસાદ/અભિપ્રાય
  • ટ્રસ્ટી ગણ
  • પૂજારી પરિવાર
All Rights Reserved, Shree Camp Hanumanji Mandir, Ahmedabad, Gujarat, India.
Website Credits   |  Dedicated by : J-INFO Technologies
Problem in viewing Flash? Download Adobe Flash Player from this link   
Best Viewed in (1024 X 768) IE7 and above, Mozilla FireFox, Google Chrome, Safari